Subscribe Subscribe | Subscribe Comments RSS

Your music search ends here

તમે જ્યારે તમારૂ મનપસંદ ગીત ગુગલ પર શોધતા હો, અનેક સાઈટ જોયા પછી તમને એ ન મળે ત્યારે થોડી વાર તો તમે ગુસ્સે થઈ જાવ છો અને ઈંટરનેટ બંધ કરીને તે ગીતની સીડી શોધવા બજારમાં નીકળી પડો છો. પણ હવે એ દિવસો ગયા હવે તમારે સંગીત સર્ચ કરવા માટે ગુગલ સિવાય પણ એક વધારોનો ઓપ્શન મળશે એટલે કે એક એવી વેબસાઈટ www.mp3gle.net જે ફક્ત સંગીતને લગતુ જ સર્ચ કરે છે, અને મોટા ભાગની વેબસાઈટને ક્રાઉલ કરે છે.

તો ચાલો આપણાં તમામ મનગમતા ગીતો જે અત્યાર સુધી ન મળ્યા હતાં તે આ વેબસાઈટ પર શોધવાનો પ્રયત્ન કરીએ, અને જોઈએ કે આપણું એ મનપસંદ ગીત અહિયા મળે છે કે નહી !

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

ભૂમઘ્‍ય સાગરમાં આવેલા એક આંતરરાષ્ટ્રિય કેબલ નેટવર્કમાં થયેલી ટેકનીકલ ખરાબીને કારણે ૩૧ જાન્યુઆરીથી ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ અવરોધાયી હતી. તેનાથી ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ ભારે પ્રભાવીત થઈ હતી. પરંતુ હજુ મોટાભાગની સેવાઓ બંધ છે અને તેના ચાલુ થતાં 10 થી 15 દિવસ લાગશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભૂમઘ્‍ય સાગરમાં Sea-ME-We 4 નામનો કેબલ વાયરના કપાઈ જવાથી મિસ્ર, ભારત, પાકીસ્તાન અને મીડલ ઈસ્ટમાં ઈન્‍ટરનેટ સેવાઓમાં લગભગ 65 થી 75 ટકા જેટલી અસર પડી હતી. ભારતમાં પણ આની ભારે અસર થઈ છે અને દેશની સાયબર દુનિયા આનાથી પ્રભાવિત થઈ છે. ભારતમાં 50 થી 60 ટકા બેંડવીથ ઘટી મિસ્રમાં કેબલ કપાઈ જવાથી ભારતમાં ઈન્‍ટરનેટની દુનિયા થંભી ગઈ છે પરંતુ એક અન્‍ય કેબલ જે FLAG તરીકે ઓળખાય છે તેની મદદથી કેટલીક સેવાઓ સામાન્‍ય હાલતમાં કામ કરવા માંડી છે. આને ઠીક થતા 10 થી 15 દિવસનો સમય લાગશે

તો ચાલો જાણીએ આ Sea-Me-We 4 શુ છે !?

આ કેબલનું આખુ નામ આ પ્રમાણે છે South East Asia–Middle East–Western Europe 4 (SEA-ME-WE 4) આ કેબલ એ ઓપ્ટીકલ ફાયબર સબમરીન કેબલ તરીકે ઓળખાય છે જે યુરોપથી શરુ થઈને ક્રમ પ્રમાણે ફ્રાન્સ, અલ્જીરીયા, તુનીસીયા, ઈટાલી, ઈજીપ્ત, સાઉદી અરેબીયા, યુ.એ.ઈ., પાકીસ્તાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મલેશીયા અને આખરે સિંગાપોર સુધી જતી ટેલીકોમ્યુનીકેશન લાઈન છે. જે ટેલીફોનથી માંડીને ઈન્ટરનેટ જેવી સુવિધાઓનુ વહન કરે છે.

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/SEA-ME-WE-4-Route.png/425px-SEA-ME-WE-4-Route.png

આ ફાયબર ઓપ્ટીકલ લાઈન સામાન્ય માણસની બે આંગળી જેટલી જાડાઈ ધરાવે છે તેમજ અંદાજે ૧૮,૮૦૦ થી ૨૦,૦૦૦ કીલોમીટર જેટલી લાંબી છે જે સમુદ્રના તળીયે બીછાવેલ છે, જે આ સાથે આપેલ નક્શામાં તમે જોઈ શકશો. આ SEA-ME-WE 4 system ને ચાર ભાગોમાં વહેચી નાંખેલ છે જે આ પ્રમાણે છે.

S1= તુઆસ થી મુંબઈ S2= મુંબઈથી સુએજ S3= સુએજ થી કાયરો S4= કાયરો થી માર્સેલીઝ

આ ચાર મુખ્ય-મથક વડે આ આખી સંચાર પદ્ધિતી ૧૬ દેશોમાં વહેંચવામાં આવેલ છે અને આ ૨૦,૦૦૦ કીલોમીટર જેટ્લી લાંબી ફાયબર લાઈન બીછાવવામાં થયેલ ૫૦૦૦,૦૦,૦૦૦ અમેરીકન ડોલરનો ખર્ચ તમામ ૧૬ દેશોની સરકારી તથા અર્ધ-સરકારી ટેલીકોમ્યુનીકેશન કંપનીઓએ ભોગવેલ, ભારતમાંથી VSNL તરફથી ખર્ચ ભોગવવામાં આવેલ. આ કેબલ સમુદ્રના તળીયે બીછાવવાની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૦૪ માં થયેલ અને ૧૮ મહીનાની મહેનતના અંતે એટલે કે ૧૩ ડીસેમ્બર ૨૦૦૫ના રોજ આ ભગીરથ કાર્યનું સમાપન થયુ, કેબલ બીછાવવાની જવાબદારી Alcatel Submarine Networks ઉપાડી હતી. આ કેબલને લગતા તમામ નિર્ણયો તથા તેનુ મેનેજમેન્ટ ૧૬ દેશોની વિવીધ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

Algérie Télécom, Algeria
Bharti Infotel Limited, India
Bangladesh Telegraph and Telephone Board, Bangladesh
CAT Telecom Public Company Limited, Thailand
Emirates Telecommunication Corporation (ETISALAT), UAE
France Telecom - Long Distance Networks, France
MCI, UK
Pakistan Telecommunication Company Limited, Pakistan
Singapore Telecommunication Company Limited (Singtel), Singapore
Sri Lanka Telecom Limited (SLT), Sri Lanka
Saudi Telecom Company (STC), Saudi Arabia
Telecom Egypt (TE), Egypt
Telecom Italia Sparkle S.p.A., Italy
Telekom Malaysia Berhad (TM), Malaysia
Tunisie Telecom, Tunisia
Videsh Sanchar Nigam Limited (VSNL), India

હવે આ કેબલની ઉપયોગીતા શું છે એ પણ સમજી લો, આ કેબલ મુખ્યત્વે ટેલીફોન, ઈન્ટરનેટ, મલ્ટીમેડીયા તથા વિવીધ બ્રોડબેન્ડ સંચાર પ્રણાલી માટે વિકસાવવામાં આવેલ. SEA-ME-WE 4 એ તેની અંત્યંત ઝડપથી ડેટાનુ વહન કરવા માટે જાણીતો છે, આ ફાયબર કેબલ દ્વારા એક સેકંડમાં ૧.૨૮ ટેરાબીટ્સ ડેટાનુ વહન કરી શકાય છે જે વિકસતા દેશોની ઈન્ટરનેટની વધતી જતી જરૂરીયાત તથા હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરીયાતને સંતોષવા માટે ઉપયોગમાં લેવાનુ નક્કી કરવામાં આવેલ. અન્ય યુરોપીયન દેશો તેમજ ઔસ્ટ્રેલીયા મા SEA-ME-WE૩ નો ઉપયોગ કરવામાં આવે છે જે સેકંડના ૧૦ ગીગાબીટ્સ ડેટાનુ વહન કરે છે.

૩૦ જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ માર્સેલીઝ તથા એલેક્ઝાન્ડ્રીયા ના સમુદ્ર પાસે એક વિશાળ માલવાહક વહાણ દ્રારા સમુદ્રમાં મુકવામાં આવેલ એન્કર SEA-ME-WE 4 પર પડતા કેબલને થયેલ નુકશાની ને કારણે મીડલ ઈસ્ટ થી શરૂ થઈને આગળ આવતા તમામ પોઈન્ટની ઈન્ટરનેટ સેવાઓને ક્ષતી પહોંચેલ જેને પરીણામે ૩૧ જાન્યુઆરીથી આજ દીન સુધી આંપણે ઈન્ટરનેટની સ્પીડમાં આવેલ ઘટાડો જોઈ શકીએ છીએ.સ્ત્રોતોના જણાવ્યા પ્રમાણે આ ફાયબર લાઈનને તેની મુળ સ્થિતીમાં લાવતા હજુ ૧૩-૧૫ દિવસ જેટલો સમય લાગશે.

SEA-ME-WE 4 ફાયબર સબમરીન કેબલ વિશે વધારે માહીતી મેળવવા જુવો: http://www.seamewe4.com
http://www.seamewe4.net http://en.wikipedia.org/wiki/SEA-ME-WE_4

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.

તો ચાલો જીતુભાઈ એ બતાવેલ આ વેબસાઈટ જોઈએ હવેથી તમારે જે શહેરમાં જવાનુ હોય ત્યાંના દરેક એરીયામાં રહેલા ATM ની માહીતી અગાઉથી મેળવી લો.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસ ને બ્લોગ જગતમા લઈ આવવાનુ શ્રેય હિન્દીના સફળ બ્લોગ નારદને જાય છે, નારદ સાથે સંકળાયેલ રવિ રતલામી, જીતુભાઈ તથા અનુપ શુક્લાના અથાગ પ્રયત્નો તથા સ્વર્ગારોહણ.ઓઆરજી જેવી આધ્યાત્મ સમ્બંધી વેબસાઈટની મદદને કારણે આ કાર્ય સંમ્પન થયું છે. આ બ્લોગ જોકે હિન્દીમાં છે જેની નોંધ લેવી.

ભારતના આ મહાન ગ્રંથને સાત કાંડમાં ફેરવીને ઈ-બુક નું સ્વરૂપ પણ અહિયાં કરી અપાયું છે જેથી તેને ડાઉનલોડ પણ કરી શકાય, જે દરેક વાંચક માટે ઉપયોગી સાબીત થશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines