Subscribe Subscribe | Subscribe Comments RSS

લાંબા સમયથી વાગતા પડઘમને અંતે યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે, ૭મી મે ના રોજથી યુ-ટ્યુબ નું ભારતીય સ્વરૂપ તેના અતી-ચર્ચીત ડોમેન youtube.in દ્વારા રજુ થશે, ન્યુઝીલેન્ડ સ્થિત રોહીત કોહલી સાથે લાંબા વિવાદ બાદ આ ડોમેનનેમ યુટ્યુબને ભારતીય ચલણ ૨.૫ લાખની મદદથી મળ્યુ ખરૂ !

ભારતીય બઝારમાં ટી-સીરીઝ સાથે ચાલી રહેલી કાયદાકિય લડાઈ પણ મહત્વનો ભાગ ભજવશે, તદઉપરાંત ભારતીય ઈન્ટરનેટ બઝારમાં રહેલા દેશી વીડીયો-પોર્ટલ જેવા કે Meravideo.com, aapkavideo, dekhona.com અને thebig.tv સાથે પણ યુ-ટ્યુબને લડાઈ લડવી પડશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.
ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

વર્ડપ્રેસ એ બ્લોગીંગ ક્ષેત્રમાં તેમજ ઓપન સોર્સ વેબ ટેકનોલોજીમાં એક લોકપ્રિય થયેલું નામ ગણાય છે, ગુજરાતી બ્લોગીંગમાં પોતાનું સ્વતંત્ર ડોમેન ધરાવતા લગભગ તમામ બ્લોગર આ પ્લેટફોર્મ પર જ પ્રસ્થાપિત થયેલ છે. વર્ડપ્રેસ તેના નવા અવતાર ૨.૫ સાથે ફરીથી એકવાર બ્લોગર માટે ઉપલબ્ધ થયેલ છે, વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા તમામ મિત્રોના બ્લોગ ટુંક સમયમાં જ આ નવા સંસ્કરણથી અપડેટ થઈ જશે. પણ જે બ્લોગર મિત્રો પોતાનું સ્વતંત્ર ડોમેન ધરાવે છે તેમને આ નવુ ૨.૫ સંસ્કરણ અહિયાંથી ડાઉનલોડ કરાવીને પોતાના સર્વર પર અપલોડ કરાવવાનું રહેશે.

આ નવા સંસ્કરણમાં આપવામાં આવેલ સુવિધાઓ ને કારણે બ્લોગીંગ વધારે સરળ અને અમુક નવા પ્લગ-ઈન સાથે મળશે જે નીચે પ્રમાણે છે.

સરળ અને સુવિધાજનક ડેશબોર્ડ
ડેશબોર્ડ વિડ્ઝેટસ
એકી સાથે અનેક ફોટો તેમજ ફાઈલ અપલોડ સુવિધા
ફોટો વિશેની ટેકનીકલ EXIF જાણકારી
પોસ્ટ અને પેજ સર્ચની સુવિધા
સુવિધાજનક ટેગીંગ
પ્લગ-ઈન અપગ્રેડની સુવિધા
બ્લોગ સમુહમાં સામૂહિક પોસ્ટને સંપાદન કરવાની સુવિધા
વર્ડપ્રેસમાં ફોટો ગેલેરીનો સમાવેશ
સુવિધાજનક તેમજ અત્યાધુનીક પોસ્ટ એડીટર
યોગ્ય ડાટાબેસ પ્રબંધક

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

Happy Holi from Kakasab.com