વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
આજે સવારે વર્ડપ્રેસના પ્રવક્તા જેન વેલ્સ ના જણાવ્યા મુજબ વર્ડ્પ્રેસની નવી આવૃતિ ૩.૦ તેના બીટા૧ સ્વરૂપે વપરાશકારો માટે ઉપલબ્ધ થઈ ચુકી છે. બીટા-૧ સ્વરૂપે રજુ કરાયેલ આ આવૃતિમાં હજુ ઘણા ફેરફારો થવાની શક્યતાઓ છે, હાલપુરતી આ આવૃતિ ડેવેલોપર તેમજ ડીબગર્સ માટે રજુ કરવામાં આવી રહી છે, અને તેમના અભિપ્રાયો લેવામા આવી રહ્યા છે જેના અંતે ફરી એક વખત અંતિમ આવૃતિ સ્વરૂપે વર્ડપ્રેસ ૩.૦ ને ટુંક સમયમાં રજુ કરવા આવશે. જેન વેલ્સના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી આ બીટા-૧ આવૃતિનું ટેસ્ટીંગ ચાલશે, ત્યારબાદ સપ્તાહના અંતે કદાચ વર્ડપ્રેસ ૩.૦ તરીકે આખરે રજુ કરાય તેવી શક્યતા પણ જણાય રહી છે.

Twenty Ten - Default theme for Wordpress 3.0
નવી આવૃતિ વર્ડપ્રેસ ૩.૦ ના મુખ્ય પાસાઓ:
(1) તમારૂ પોતાનું એડમીન યુઝરનેમ બનાવી શકશો
(જુની આવૃતિઓમાં યુઝરનેમ ફરજીયાતપણે એડમીન જ રહેતું)
(2) કસ્ટમ પોસ્ટ ટાઈપ જેના વડે વિડીયો, પોર્ટફોલીયો, પ્રોડ્ક્ટ્સ વગેરે પોસ્ટ કરી શકાશે
(જુની આવૃતિઓમાં ફક્ત પેજ અને પોસ્ટ જ લખી શકાતી)
(3) નવી થીમ “ટ્વેન્ટી ૧૦” ડીફોલ્ટ થીમ તરીકે
(જુની આવૃતિમાં વર્ષોથી કુબ્રીક ડીફોલ્ટ થીમ તરીકે રહેલી)
(4) વર્ડપ્રેસ એમયુ અને વર્ડપ્રેસ બંન્નેનું મિશ્રણ
(જેના વડે મુલ્ટી ડોમેન સુવિધા મેળવી શકાશે)
(5) સરળ મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ
(ડ્રોપ ડાઉનમેનુ તેમજ કેટેગરી મેનું પણ બનાવી શકાશે)
(6) કસ્ટમ બેકગ્રાઉન્ડ સપોર્ટ
(બેક્ગ્રાઉન્ડ કલર તેમજ ઈમેજ સરળતાથી બદલી શકાશે)
(7) કસ્ટમ હેડર સપોર્ટ (હેડર ઈમેજ બદલી શકાશે)
(8) નવા વપરાશકારો માટે વેલકમ ગાઈડ
(ઈન્સ્ટાલેશન મદદ અને ઓનલાઈન સપોર્ટ મેળવી શકાશે)
વર્ડપ્રેસ ૩.૦ વિશે વધારે માહીતી મેળવવા અહિંયા ક્લીક કરો
વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧ ડાઉનલોડ કરવા માટે અહિંયા ક્લીક કરો.
શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ???? વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો. પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.
આજે અહિયા વાત કરીએ છીએ UTIPU ની, એક એવો સોફ્ટવેર જેની મદદ વડે તમે પણ કોઈ ટ્યુટોરીયલ (શેક્ષણીક) વિડીયો બનાવી શકો છો. એટલે કે તમારા મોનીટર પર થતી દરેક ગતીવિધીને તે વિડીયોના સ્વરૂપે રેકોર્ડ કરી લેશે, જે તમે યુટ્યુબ જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અથવા તમારા દોસ્તોને પણ આપી શકો છો.
read more
૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
સર્ચ-એન્જીનની દુનિયામાં થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટ બીન્ગના આગમન સાથે ધરખમ ફેરફારો જોવા મળ્યા, બીન્ગના નવા દેખાવ અને સુવિધાઓ સાથે સ્પર્ધા કરવા યાહુએ પણ તાજેતરમાં યાહુ સર્ચમાં મોટા પાયે ફેરફારો ફર્યા અને અત્યાધુનિક વેબ-એપ્લીકેશન વડે સક્ષમ કર્યુ હતું. હવે વેબ-ઉત્ક્રાંતિની આ પ્રક્રિયામાં ગુગલ પણ જોડાઈ રહ્યુ છે અને નવા રંગરૂપ અપનાવવા માટેની પૂર્વ તૈયારીઓ કરવા માંડી છે.
નિષ્ણાંતોની એક ટીમ દ્વારા એક અતિ-સુયોજીત દેખાવ નક્કી કરવામાં આવ્યો છે જેનું પરીક્ષણ હાલમાં ગુગલ-લેબ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જો બધુ ધાર્યા પ્રમાણે ચાલશે તો આવતા વર્ષના શરૂઆતથી ગુગલ તેના નવા સ્વરૂપમાં જોવા મળશે. ગુગલના આ નવા સ્વરૂપમાં મુખ્ય ફેરફાર સર્ચ-પેજીસમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં જમણી બાજુએ સાઈડબારમાં સર્ચ કરાયેલ શબ્દ વિશે વધારે ઉંડાણથી સર્ચ કરવા માટે તારીખ, દિવસની સાથે ગુગલના અન્ય ડિવીઝનમાં પણ સર્ચ કરી શકાશે જેમ કે ગુગલ મેપ, ગુગલ બુક્સ, ગુગલ વિડીયો, ગુગલ બ્લોગ્સ તેમજ ગુગલની અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જોકે સર્ચ-એન્જીનના વપરાશકર્તાઓ માટે આ કોઈ નવી વાત નથી, અગાઉ માઈક્રોસોફ્ટ બીન્ગ તેની રજુઆત સાથે જ આ પ્રકારની સુવિધાઓ તેના છોગામાં લઈને આવેલ. read more
Categories
- Downloads (3)
- Google Updates (4)
- Knowledge base (11)
- Software (2)
- Web 2.0 (1)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
OUR SPONSORS
Recent Comments
- RADADIYA HIREN MANSUKHBHAI on વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- FunNgyan.com » વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Kalpesh Soni on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Pinki on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Suresh Jani on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
Archives
- April 2010
- December 2009
- November 2009
- May 2009
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- January 2008
- December 2007
- September 2007
- February 2007
Blogroll
- Kakasa.com ~ Collection of funny photos
- Neepra.com ~ Gujarati Blog Aggregator
- Suggest Ideas




