વર્ડપ્રેસ હવેથી wp.com
વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા મિત્રો માટે એક આનંદદાયક સમાચાર ગઈકાલે વર્ડપ્રેસના સંસ્થાપક મેટ દ્વારા આપવામાં આવ્યા. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વર્ડપ્રેસ (ઓટોમેટીક)અને યાહુ.કોમ વચ્ચે ચાલી રહેલી wp.com ડોમેનની માલીકી માટે ચાલી રહેલી લડાઈનો ગઈકાલે અંત આવી ગયો છે. મેટના જણાવ્યા પ્રમાણે wp.com ડોમેન હવેથી સંમ્પુર્ણપણે વર્ડ્પ્રેસ(ઓટોમેટીક) ના હસ્તક આવી ગયુ છે, જે છેલ્લા એકાદ વર્ષથી યાહુ એ મિત્રદાવે આ ડોમેન વર્ડ્પ્રેસને તેઓના આંતરીક ઉપયોગ માટે વાપરવા આપેલ હતું.
ગઈકાલે રાત્રે પોતાના બ્લોગ પર અંત્યત ઉત્સાહીતપણે મેટ દ્વારા wp.com ને ખરીદી લેવાની વાત જણાવી હતી, સાથે સાથે વાંચકો તથા વપરાશકર્તાઓ પાસેથી જવાબ પણ માંગ્યો છે કે wp.com ડોમેનનો ઉપયોગ કઈ રીતે કરવો ? વપરાશકર્તાઓ તેના જવાબ અહિંયા આપી શકે છે.
એક શક્યતા એવી પણ જણાય છે કે વર્ડપ્રેસ પર રહેલા તમામ બ્લોગને wp.com પર લઈ જવામાં આવશે જેનાથી વપરાશકર્તાઓ ને ટુંકુ અને સહેલું ડોમેન મળશે, જેમકે kakasab.wordpress.com ને બદલે kakasab.wp.com દ્વારા બ્લોગ જોઈ શકાશે, ટુંકા URL ની દોડમાં આખરે વર્ડપ્રેસ પણ સામેલ થયુ.
Post comment
Categories
- Downloads (3)
- Google Updates (3)
- [—]Knowledge base (10)
- Software (2)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
- યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે
Recent Comments
- alpesh on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- kcmakwana on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Dhaval Navneet on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Srinidh Joshi on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Lata Hirani on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો





