૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
સર્ચ-એન્જીનની દુનિયામાં થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટ બીન્ગના આગમન સાથે ધરખમ ફેરફારો જોવા મળ્યા, બીન્ગના નવા દેખાવ અને સુવિધાઓ સાથે સ્પર્ધા કરવા યાહુએ પણ તાજેતરમાં યાહુ સર્ચમાં મોટા પાયે ફેરફારો ફર્યા અને અત્યાધુનિક વેબ-એપ્લીકેશન વડે સક્ષમ કર્યુ હતું. હવે વેબ-ઉત્ક્રાંતિની આ પ્રક્રિયામાં ગુગલ પણ જોડાઈ રહ્યુ છે અને નવા રંગરૂપ અપનાવવા માટેની પૂર્વ તૈયારીઓ કરવા માંડી છે.
નિષ્ણાંતોની એક ટીમ દ્વારા એક અતિ-સુયોજીત દેખાવ નક્કી કરવામાં આવ્યો છે જેનું પરીક્ષણ હાલમાં ગુગલ-લેબ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જો બધુ ધાર્યા પ્રમાણે ચાલશે તો આવતા વર્ષના શરૂઆતથી ગુગલ તેના નવા સ્વરૂપમાં જોવા મળશે. ગુગલના આ નવા સ્વરૂપમાં મુખ્ય ફેરફાર સર્ચ-પેજીસમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં જમણી બાજુએ સાઈડબારમાં સર્ચ કરાયેલ શબ્દ વિશે વધારે ઉંડાણથી સર્ચ કરવા માટે તારીખ, દિવસની સાથે ગુગલના અન્ય ડિવીઝનમાં પણ સર્ચ કરી શકાશે જેમ કે ગુગલ મેપ, ગુગલ બુક્સ, ગુગલ વિડીયો, ગુગલ બ્લોગ્સ તેમજ ગુગલની અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જોકે સર્ચ-એન્જીનના વપરાશકર્તાઓ માટે આ કોઈ નવી વાત નથી, અગાઉ માઈક્રોસોફ્ટ બીન્ગ તેની રજુઆત સાથે જ આ પ્રકારની સુવિધાઓ તેના છોગામાં લઈને આવેલ.
આ ઉપરાંત ગુગલના મુખ્ય પેજ માં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, લાંબા સમયથી ગુગલના મુખ્ય પેજ પર રહેલા ગ્રે કલરના સર્ચ બટન તેમજ I am feeling lucky બટનને ઘેરા બ્લુ રંગે રંગવામા આવી રહ્યો છે. ગુગલ લોગોમાં પણ થોડા ફેરફાર કરવામાં આવી રહ્યા છે લોગોને એમ્બોસ કરેલો બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેમજ રંગોને વધારે ઘેરા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગુગલના મુખ્ય પેજ પર ઉપરની તરફ રહેલા મેનુને પણ ફેડ-ઈન થઈ શકે તે પ્રમાણે વિકસાવી રહ્યા છે જેની વાત ફરી ક્યારેક કરીશુ.
ગુગલના આ નવા સ્વરૂપને સામાન્ય વપરાશકારો હાલપુરતા જોઈ નહી શકે, કદાચ આવતા વર્ષની શરૂઆત અથવા તો મધ્યભાગમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જણાય રહી છે. પણ તે પહેલા જો તમે ગુગલના આ નવા સ્વરૂપને માણવા માંગતા હો તો નીચે આપેલ જાવા સ્ક્રિપ્ટને કોપી કરીને તમારા ઈન્ટરનેટ બ્રાઉઝરના એડ્રસબારમાં પેસ્ટ કરો, અને નવુ પેજ ખોલી તેમા ફરીથી ગુગલનું હોમપેજ ખોલો અને કોઈ પણ શબ્દ સર્ચ કરો, આમ કરવાથી ગુગલના નવા સ્વરૂપ ને માણી શકાશે.
javascript:void(document.cookie=“PREF=ID=20b6e4c2f44943bb:U=4bf292d46faad806:TM=1249677602:LM=1257919388:S=odm0Ys-53ZueXfZG;path=/; domain=.google.com”);
5 Comments to “૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ”
Post comment
Categories
- Downloads (3)
- [—]Google Updates (4)
- Knowledge base (11)
- Software (2)
- Web 2.0 (1)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
OUR SPONSORS
Recent Comments
- RADADIYA HIREN MANSUKHBHAI on વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- FunNgyan.com » વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Kalpesh Soni on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Pinki on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Suresh Jani on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
Archives
- April 2010
- December 2009
- November 2009
- May 2009
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- January 2008
- December 2007
- September 2007
- February 2007
Blogroll
- Kakasa.com ~ Collection of funny photos
- Neepra.com ~ Gujarati Blog Aggregator
- Suggest Ideas







if you still don’t have success try correcting the domain in the code given.
e.g.
for India
javascript:void(document.cookie=”PREF=ID=20b6e4c2f44943bb:U=4bf292d46faad806:TM=1249677602:LM=1257919388:S=odm0Ys-53ZueXfZG;path=/; domain=.google.co.in”);
for Australia
javascript:void(document.cookie=”PREF=ID=20b6e4c2f44943bb:U=4bf292d46faad806:TM=1249677602:LM=1257919388:S=odm0Ys-53ZueXfZG;path=/; domain=.google.com.au”);
Enjoy!
Your step-by-step guideline was very instructive. I merely took a printout and followed the steps and Voila!. Thanks kakaji.
Hey Wonderful Layout and specially LOGO. Post to saras jj hoy chhe every time.
Jaydipbhai, thank you so much for comment, need to try sum more hacks with layout !!
very nice look for MY GOOGLE i like for google look and best out look in google