ગોદાવરી કાંઠેથી ગુગલ સુધીની સફર
Posted on Aug 09, 2008 under વાંચવા જેવું |
તાજેતર માં આઈ.આઈ.ટી.,મદ્રાસ થી કોમ્પ્યુટર સાઈન્સની ડીગ્રી લઈને ગુગલમાં જોડાયેલ ૨૧ વર્ષના નાગા નરેશ કરૂતુરા એ ભારતીયો માટે ગૌરવ સમાન છે.
તમને નવાય લાગશે કે ૨૧ વર્ષના ઘણા વિધાર્થીઓ આઈ.આઈ.ટી. પાસ કરે છે અને ગુગલ જેવી ઘણી કંપનીઓ સાથે કામ કરે છે તો એમાં વળી નવીન શુ ?? પણ ના… નરેશ એ બધાથી અલગ તરી આવે છે.
આન્ધ્રપ્રદેશમાં ગોદાવરી નદીને કાંઠે વસેલા નાનકડા ગામ ટીપારૂમાં તેનો જન્મ થયેલા. નરેશના માતા-પિતા પાસે સાક્ષરજ્ઞાન નથી, દુ:ખદ વાત એ છે કે નરેશ પોતાના પગ પર ચાલી શકતો નથી. જાન્યુઆરી ૧૯૯૩માં થયેલ એક અક્સ્માતમાં તેના પગ ગુમાવ્યા બાદ તે બેટરીથી ચાલતી વ્હીલચેર નો ઉપયોગ કરે છે. નરેશ કહે છે કે “ભગવાન દરેક વસ્તુ સમજી-વિચારીને જ બનાવે છે અને મારા માટે પણ તેણે દરેક વાતનું ધ્યાન રાખીને બધુ પ્લાનીંગ પ્રમાણે બનાવ્યુ છે, અને કદાચ તે કારણે જ હું આટલો નસીબદાર છું”
ભુતકાળ યાદ કરતા નરેશ કહે છે કે “એક વાત હંમેશા મને વિસ્યમ કરાવે છે કે હું જ્યારે નાનો હતો, અને ધોરણ ૧-૨ માં હતો ત્યારે મારા પિતા નિશાળની ચોપડીઓ ખોલીને તેમાંથી સવાલ કરતા અને હું તેના જવાબ આપતો. તે સમયે હું જાણતો ન હતો કે મારા પિતા વાંચી-લખી શકે તેમ ન હતા, પણ મને ખુશ રાખવા માટે મને ભણતરમાં મદદ કરતાં”.
સાભાર રેડીફ.કોમ
No related posts.



by pragnaju, on August 9 2008 @ 7:26 pm
ખૂબ જ પ્રેરણાદાયી લેખ
આખા કુટુંબે માણ્યો
by બિઝટેક આઇ ટી એકેડમી. રાજકોટ, ગુજરાત., on August 20 2008 @ 2:23 pm
ખુબજ સરસ અને આજના નવ યુવાનો ને પ્રેરણા આપતો લેખ. અમે પણ લીનકસ અને ઓપનસોસઁ વિશે ગુજરાતી મા માહિતિ આપી ને જાગૃતિ લાવવા નો પ્રયાસ કરી રહ્યા છિએ. http://linuxguj.blogspot.com રાજકોટ થી આચાયઁ, દિલિપ અને મિશ્રા.