શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
Posted on Jul 27, 2008 under ટેકનોલોજી |હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ????
વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો.
પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.
આજે અહિયા વાત કરીએ છીએ UTIPU ની, એક એવો સોફ્ટવેર જેની મદદ વડે તમે પણ કોઈ ટ્યુટોરીયલ (શેક્ષણીક) વિડીયો બનાવી શકો છો. એટલે કે તમારા મોનીટર પર થતી દરેક ગતીવિધીને તે વિડીયોના સ્વરૂપે રેકોર્ડ કરી લેશે, જે તમે યુટ્યુબ જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અથવા તમારા દોસ્તોને પણ આપી શકો છો.
UtipU સોફ્ટવેરને અહિયાથી ડાઉનલોડકરી શકો છો. સૌથી મજાની વાત એ છે કે આ સોફ્ટવેર વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો તેમજ કોઈ પણ કોડેકની મદદ વગર વિડીયો જોઈ શકાય છે.
અને આ વિડીયોને એડીટ કરવો હોય તો વિન્ડોઝ વિસ્ટામાં મુવીમેકર છે જ, તે સિવાય પણ એક ફ્રી સોફ્ટવેર છે એવીડ ફ્રી ડીવીડી જે ડાઉનલોડ કરીને તમે એડીટીંગ પણ કરી શકો છો. જો ઓનલાઈન એડીટીંગ કરવુ હોય તો જામકટ.કોમ પર કરી શકાશે.
No related posts.





Leave a comment