ગુગલ રજુ કરે છે વાસ્તવિક દુનિયા - લાઈવ્લી.કોમ
Posted on Aug 17, 2008 under ઈન્ટરનેટ ટીપ્સ |
૩D ઓનલાઈન કોમ્યુનીટી Second Life ની સફળતાથી પ્રેરાઈને ગુગલ પણ 3D માર્કેટમાં જંપલાવવાનો વિચાર કરતું હતું, લગભગ એકાદ વર્ષની ચર્ચાઓ-અફવાઓ ને અંતે lively.com ના નામે ગુગલ દ્વારા આ સેવાનો આરંભ થઈ ગયો.
૮મી જુલાઈ ૨૦૦૮ ના રોજ થી રજું થયેલ આ 3D વેબસાઈટ એ ચાટીંગના રસીયાઓ માટે એક મહત્વનું સ્થળ બની જશે, અત્યાર સુધી જેઓ યાહું અને ગુગલમાં સાદી વાતચીત કરતા હતા તે હવે 3D માં અને હરતા-ફરતા વાતો કરી શકશે અને પોતાનું સાઈબર સ્વરૂપ પણ બનાવી શકશે. lively.com નો ઉપયોગ કરવા માટે ગુગલ દ્વારા બનાવેલ એક એપ્લીકેશન આપના કોમ્પ્યુટરમાં એક વખત ઈન્સ્ટાલ કરવી જરૂરી છે. આ એપ્લીકેશન રન કર્યા બાદ આપના જીમેલનાં આઈ-ડી થી લોગીન કરી આ ત્રી-પરીમાણીય સફર માણી શકાશે.
ચાલો શરૂઆત કરીએ ગુજરાતી કોમ્યુનીટીના રૂમથી, ગઈકાલે રાત્રે જ આ રૂમ બનાવવામાં આવેલ હોવાથી અત્યારે તેમાં વધારે સાજ-સજાવટ જોવા નહી મળે, પણ બહુ જ ઝડપથી તેમાં ઘણા સુધારાઓ કરીને રજુ કરવામાં આવશે.
ગુગલ લાઈવ્લી વિશે વધારે માહીતી માટે જુવો :
No related posts.



Leave a comment