Subscribe Subscribe | Subscribe Comments RSS

Archives for ટેકનોલોજી category

૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ થઈ ગયેલ એપલ આઈફોન યુવાનોમાં હોટ ફેવરીટ થઈ ગયો છે. પણ આઈફોનને યુદ્ધમેદાનમાં પછડાટ આપવા માટે નોકીયા દ્વારા રજુ કરાયેલ N96 એ સેલફોન ક્ષેત્રમાં એક મહત્વનું પરીબળ તેમજ આઈફોન માટે એક મજબુત હરીફ બની રહેશે.

ભારતીય ગ્રાહકો માટે નોકીયા N96 માં ૫૦ મ્યુઝીક વીડીયો, પ્રીલોડેડ ફિલ્મ ‘ઓમ શાંત ઓમ’, હિન્દી મ્યુઝીક ટ્રેક, ૩ N-Gage ગેમ્સ તેમજ નોકીયા મેપ્સ જેમાં ભારત, સિંગાપોર તેમજ યુ.એ.ઈ.ના નક્શા તેમજ આઠ મુખ્ય ભારતીય શહેરનું નેવીગેશન મુકવામાં આવેલ છે. તે ઉપરાંત ૨.૮ ઈન્ચનો ટીએફટી સ્ક્રીન ૨૪૦x320 પીક્સેલ, ડ્યુઅલ ARM 9 264 Mhz CPU, 128MB RAM, 256 મેમોરી અને ૧૬ ગીગાબાઈટ્સની ઈન્ટરનલ મેમોરી અને ૫ મેગા-પીક્સેલના કેમેરા સાથે સુંદર મજાના દેખાવમાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં મુકેલ 3.5mm ના ઈઅરફોન સોકેટને ટીવી આઉટપુટ માટે પણ ઉપયોગ કરી શકાશે તેમજ Wi-Fi, 3G support with HSDPA speeds, EDGE class 32, GPRS/WAP, Bluetooth with A2DP and microUSB v2.0 જેવી કનેક્ટીવીટી પણ આપેલ છે.

૩જી આઈફોન ના ફાયદાઓ તો વોડાફોન દ્વારા સાંભળવા મળી જ ગયા હશે, ચાલો હવે જોઈએ આઈફોનના થોડા ગેરફાયદાઓ જે બહુ ઓછા સાંભળવા મળશે.

(૧) ભારતભરમાં ૩જી નેટવર્ક શરૂ નથી થયુ તો શા માટે ૩જી ફોને લેવો ??
(૨) રેમુવેબલ બેટરી નથી, બેટરી ખરાબ થશે તો એપલના સ્ટોરની મુલાકાત લેવી પડશે.
(૩) સૌથી મોટો ગેરફાયદો - એમ.એમ.એસ. મોકલી શકાતા નથી.
(૪) ૧૬ ગીગાબાઈટનું સ્ટોરેજ હોવા છતાં મ્યુઝીક તમારે આઈ-ટ્યુન સ્ટોરમાંથી જ ખરીદવું પડશે.
(૫) એફ.એમ. રેડીયો નથી.
(૬) તમારા મનગમતા એમપી૩ ગીતોને રીંગટોન તરીકે વગાડી નહી શકાય.
(૭) બીજુ કોઈ પણ સીમકાર્ડ તેમાં ચાલશે નહી.
(૮) વિડીયોકાલ નથી.
(૯) બ્લુટુથ AD2P સપોર્ટ ધરાવતો નથી.
(૧૦) બીજા કોઈપણ આધુનીક ફોન સાથે બ્લુટુથ વડે કોઈ પણ ફાઈલ ટ્રાન્સફર શક્ય નથી.
(૧૧) વાયરલેસ મોડમ છે પણ પીસી સાથે તેની કનેક્ટીવીટી નથી કરી શકાતી.
(૧૨) કોપી-પેસ્ટ શક્ય નથી (બધુ ટાઈપ કરવું પડશે)
(૧૩) ૨ મેગા પિક્સેલનો કેમેરા જે નોકીયાના વીજીએ કેમેરા સાથે સરખામણી કરે છે.
(૧૪) કેમેરા વડે વિડીયો રેકોર્ડીંગ શક્ય નથી.
(૧૪) જાવા સપોર્ટ નથી.
(૧૫) ફીઝીકલ કીબોર્ડ નથી

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

tipcam.pngutipudotcom.png

હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ????
વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો.
પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.

આજે અહિયા વાત કરીએ છીએ UTIPU ની, એક એવો સોફ્ટવેર જેની મદદ વડે તમે પણ કોઈ ટ્યુટોરીયલ (શેક્ષણીક) વિડીયો બનાવી શકો છો. એટલે કે તમારા મોનીટર પર થતી દરેક ગતીવિધીને તે વિડીયોના સ્વરૂપે રેકોર્ડ કરી લેશે, જે તમે યુટ્યુબ જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અથવા તમારા દોસ્તોને પણ આપી શકો છો.

UtipU સોફ્ટવેરને અહિયાથી ડાઉનલોડકરી શકો છો. સૌથી મજાની વાત એ છે કે આ સોફ્ટવેર વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો તેમજ કોઈ પણ કોડેકની મદદ વગર વિડીયો જોઈ શકાય છે.
અને આ વિડીયોને એડીટ કરવો હોય તો વિન્ડોઝ વિસ્ટામાં મુવીમેકર છે જ, તે સિવાય પણ એક ફ્રી સોફ્ટવેર છે એવીડ ફ્રી ડીવીડી જે ડાઉનલોડ કરીને તમે એડીટીંગ પણ કરી શકો છો. જો ઓનલાઈન એડીટીંગ કરવુ હોય તો જામકટ.કોમ પર કરી શકાશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.
ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

ભૂમઘ્‍ય સાગરમાં આવેલા એક આંતરરાષ્ટ્રિય કેબલ નેટવર્કમાં થયેલી ટેકનીકલ ખરાબીને કારણે ૩૧ જાન્યુઆરીથી ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ અવરોધાયી હતી. તેનાથી ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ ભારે પ્રભાવીત થઈ હતી. પરંતુ હજુ મોટાભાગની સેવાઓ બંધ છે અને તેના ચાલુ થતાં 10 થી 15 દિવસ લાગશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભૂમઘ્‍ય સાગરમાં Sea-ME-We 4 નામનો કેબલ વાયરના કપાઈ જવાથી મિસ્ર, ભારત, પાકીસ્તાન અને મીડલ ઈસ્ટમાં ઈન્‍ટરનેટ સેવાઓમાં લગભગ 65 થી 75 ટકા જેટલી અસર પડી હતી. ભારતમાં પણ આની ભારે અસર થઈ છે અને દેશની સાયબર દુનિયા આનાથી પ્રભાવિત થઈ છે. ભારતમાં 50 થી 60 ટકા બેંડવીથ ઘટી મિસ્રમાં કેબલ કપાઈ જવાથી ભારતમાં ઈન્‍ટરનેટની દુનિયા થંભી ગઈ છે પરંતુ એક અન્‍ય કેબલ જે FLAG તરીકે ઓળખાય છે તેની મદદથી કેટલીક સેવાઓ સામાન્‍ય હાલતમાં કામ કરવા માંડી છે. આને ઠીક થતા 10 થી 15 દિવસનો સમય લાગશે

તો ચાલો જાણીએ આ Sea-Me-We 4 શુ છે !?

આ કેબલનું આખુ નામ આ પ્રમાણે છે South East Asia–Middle East–Western Europe 4 (SEA-ME-WE 4) આ કેબલ એ ઓપ્ટીકલ ફાયબર સબમરીન કેબલ તરીકે ઓળખાય છે જે યુરોપથી શરુ થઈને ક્રમ પ્રમાણે ફ્રાન્સ, અલ્જીરીયા, તુનીસીયા, ઈટાલી, ઈજીપ્ત, સાઉદી અરેબીયા, યુ.એ.ઈ., પાકીસ્તાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મલેશીયા અને આખરે સિંગાપોર સુધી જતી ટેલીકોમ્યુનીકેશન લાઈન છે. જે ટેલીફોનથી માંડીને ઈન્ટરનેટ જેવી સુવિધાઓનુ વહન કરે છે.

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/SEA-ME-WE-4-Route.png/425px-SEA-ME-WE-4-Route.png

આ ફાયબર ઓપ્ટીકલ લાઈન સામાન્ય માણસની બે આંગળી જેટલી જાડાઈ ધરાવે છે તેમજ અંદાજે ૧૮,૮૦૦ થી ૨૦,૦૦૦ કીલોમીટર જેટલી લાંબી છે જે સમુદ્રના તળીયે બીછાવેલ છે, જે આ સાથે આપેલ નક્શામાં તમે જોઈ શકશો. આ SEA-ME-WE 4 system ને ચાર ભાગોમાં વહેચી નાંખેલ છે જે આ પ્રમાણે છે.

S1= તુઆસ થી મુંબઈ S2= મુંબઈથી સુએજ S3= સુએજ થી કાયરો S4= કાયરો થી માર્સેલીઝ

આ ચાર મુખ્ય-મથક વડે આ આખી સંચાર પદ્ધિતી ૧૬ દેશોમાં વહેંચવામાં આવેલ છે અને આ ૨૦,૦૦૦ કીલોમીટર જેટ્લી લાંબી ફાયબર લાઈન બીછાવવામાં થયેલ ૫૦૦૦,૦૦,૦૦૦ અમેરીકન ડોલરનો ખર્ચ તમામ ૧૬ દેશોની સરકારી તથા અર્ધ-સરકારી ટેલીકોમ્યુનીકેશન કંપનીઓએ ભોગવેલ, ભારતમાંથી VSNL તરફથી ખર્ચ ભોગવવામાં આવેલ. આ કેબલ સમુદ્રના તળીયે બીછાવવાની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૦૪ માં થયેલ અને ૧૮ મહીનાની મહેનતના અંતે એટલે કે ૧૩ ડીસેમ્બર ૨૦૦૫ના રોજ આ ભગીરથ કાર્યનું સમાપન થયુ, કેબલ બીછાવવાની જવાબદારી Alcatel Submarine Networks ઉપાડી હતી. આ કેબલને લગતા તમામ નિર્ણયો તથા તેનુ મેનેજમેન્ટ ૧૬ દેશોની વિવીધ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

Algérie Télécom, Algeria
Bharti Infotel Limited, India
Bangladesh Telegraph and Telephone Board, Bangladesh
CAT Telecom Public Company Limited, Thailand
Emirates Telecommunication Corporation (ETISALAT), UAE
France Telecom - Long Distance Networks, France
MCI, UK
Pakistan Telecommunication Company Limited, Pakistan
Singapore Telecommunication Company Limited (Singtel), Singapore
Sri Lanka Telecom Limited (SLT), Sri Lanka
Saudi Telecom Company (STC), Saudi Arabia
Telecom Egypt (TE), Egypt
Telecom Italia Sparkle S.p.A., Italy
Telekom Malaysia Berhad (TM), Malaysia
Tunisie Telecom, Tunisia
Videsh Sanchar Nigam Limited (VSNL), India

હવે આ કેબલની ઉપયોગીતા શું છે એ પણ સમજી લો, આ કેબલ મુખ્યત્વે ટેલીફોન, ઈન્ટરનેટ, મલ્ટીમેડીયા તથા વિવીધ બ્રોડબેન્ડ સંચાર પ્રણાલી માટે વિકસાવવામાં આવેલ. SEA-ME-WE 4 એ તેની અંત્યંત ઝડપથી ડેટાનુ વહન કરવા માટે જાણીતો છે, આ ફાયબર કેબલ દ્વારા એક સેકંડમાં ૧.૨૮ ટેરાબીટ્સ ડેટાનુ વહન કરી શકાય છે જે વિકસતા દેશોની ઈન્ટરનેટની વધતી જતી જરૂરીયાત તથા હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરીયાતને સંતોષવા માટે ઉપયોગમાં લેવાનુ નક્કી કરવામાં આવેલ. અન્ય યુરોપીયન દેશો તેમજ ઔસ્ટ્રેલીયા મા SEA-ME-WE૩ નો ઉપયોગ કરવામાં આવે છે જે સેકંડના ૧૦ ગીગાબીટ્સ ડેટાનુ વહન કરે છે.

૩૦ જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ માર્સેલીઝ તથા એલેક્ઝાન્ડ્રીયા ના સમુદ્ર પાસે એક વિશાળ માલવાહક વહાણ દ્રારા સમુદ્રમાં મુકવામાં આવેલ એન્કર SEA-ME-WE 4 પર પડતા કેબલને થયેલ નુકશાની ને કારણે મીડલ ઈસ્ટ થી શરૂ થઈને આગળ આવતા તમામ પોઈન્ટની ઈન્ટરનેટ સેવાઓને ક્ષતી પહોંચેલ જેને પરીણામે ૩૧ જાન્યુઆરીથી આજ દીન સુધી આંપણે ઈન્ટરનેટની સ્પીડમાં આવેલ ઘટાડો જોઈ શકીએ છીએ.સ્ત્રોતોના જણાવ્યા પ્રમાણે આ ફાયબર લાઈનને તેની મુળ સ્થિતીમાં લાવતા હજુ ૧૩-૧૫ દિવસ જેટલો સમય લાગશે.

SEA-ME-WE 4 ફાયબર સબમરીન કેબલ વિશે વધારે માહીતી મેળવવા જુવો: http://www.seamewe4.com
http://www.seamewe4.net http://en.wikipedia.org/wiki/SEA-ME-WE_4

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines