યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે
લાંબા સમયથી વાગતા પડઘમને અંતે યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે, ૭મી મે ના રોજથી યુ-ટ્યુબ નું ભારતીય સ્વરૂપ તેના અતી-ચર્ચીત ડોમેન youtube.in દ્વારા રજુ થશે, ન્યુઝીલેન્ડ સ્થિત રોહીત કોહલી સાથે લાંબા વિવાદ બાદ આ ડોમેનનેમ યુટ્યુબને ભારતીય ચલણ ૨.૫ લાખની મદદથી મળ્યુ ખરૂ !
ભારતીય બઝારમાં ટી-સીરીઝ સાથે ચાલી રહેલી કાયદાકિય લડાઈ પણ મહત્વનો ભાગ ભજવશે, તદઉપરાંત ભારતીય ઈન્ટરનેટ બઝારમાં રહેલા દેશી વીડીયો-પોર્ટલ જેવા કે Meravideo.com, aapkavideo, dekhona.com અને thebig.tv સાથે પણ યુ-ટ્યુબને લડાઈ લડવી પડશે.
આપના શરીરની આંતરીક રચના ઈન્ટરનેટ પર
માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.
આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો
વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
જો તમે જુની ક્લાસીક બુક્સના શોખીન હો, અને ઈન્ટરનેટ કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચવા માટે ટેવાયેલ હો તો તમારા માટે એક ખુબ જ મોટી લાઈબ્રેરી ઓનલાઈન છે, જ્યાં તમે લગભગ ૨૦,૦૦૦ થી વધુ ઈંગ્લીશ ક્લાસીક બુક્સ ડાઉનલોડ કરી ને વાંચી શકશો એ પણ કોઈ પણ જાતની ફી વગર.
માઈકલ હાર્ટ નામના એક સજ્જન ને ૧૯૭૧ માં પ્રેરણા મળી કે ઈગ્લીશ ક્લાસીક બુક્સનું મફતમાં વિતરણ થાય તો કેવુ સારૂ !! તેમનું આ સપનુ અંતે સાકાર થયુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ વડે, ગુટનબર્ગ એ પ્રિન્ટિંગ મશીનના શોધક હતાં તેમનાં હજારો સવયંસેવકોએ આ પ્રોજેક્ટને સાકાર કર્યુ એક વેબસાઈટ સ્વરૂપે, અને હજું પણ આ વણથંભી દોડ ચાલુ જ છે દરરોજ નવા નવા પુસ્તકો તેમા ઉમેરાતા આવે છે. ચાલો જોઈએ તમારૂ પ્રિય પુસ્તક તેમાં છે ?????
Categories
- Downloads (3)
- Google Updates (4)
- [—]Knowledge base (11)
- SEA-ME-WE 4 - ભારતીય ઈન્ટરનેટનો પ્રાણ
- આપના શરીરની આંતરીક રચના ઈન્ટરનેટ પર
- ઓનલાઈન વાયરસ સ્કેનર
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- નોકીયા OVI
- ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ
- યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે
- વર્ડપ્રેસ હવેથી wp.com
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- સમ્પુર્ણ રામાયણ પણ બ્લોગ સ્વરૂપે
- Software (2)
- Web 2.0 (1)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
OUR SPONSORS
Recent Comments
- RADADIYA HIREN MANSUKHBHAI on વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- FunNgyan.com » વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Kalpesh Soni on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Pinki on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Suresh Jani on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
Archives
- April 2010
- December 2009
- November 2009
- May 2009
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- January 2008
- December 2007
- September 2007
- February 2007
Blogroll
- Kakasa.com ~ Collection of funny photos
- Neepra.com ~ Gujarati Blog Aggregator
- Suggest Ideas




