Browsing all articles in Knowledge base
Apr
3

વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧

આજે સવારે વર્ડપ્રેસના પ્રવક્તા જેન વેલ્સ ના જણાવ્યા મુજબ વર્ડ્પ્રેસની નવી આવૃતિ ૩.૦ તેના બીટા૧ સ્વરૂપે વપરાશકારો માટે ઉપલબ્ધ થઈ ચુકી છે. બીટા-૧ સ્વરૂપે રજુ કરાયેલ આ આવૃતિમાં હજુ ઘણા ફેરફારો થવાની શક્યતાઓ છે, હાલપુરતી આ આવૃતિ ડેવેલોપર તેમજ ડીબગર્સ માટે રજુ કરવામાં આવી રહી છે, અને તેમના અભિપ્રાયો લેવામા આવી રહ્યા છે જેના અંતે ફરી એક વખત અંતિમ આવૃતિ સ્વરૂપે વર્ડપ્રેસ ૩.૦ ને ટુંક સમયમાં રજુ કરવા આવશે. જેન વેલ્સના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી આ બીટા-૧ આવૃતિનું ટેસ્ટીંગ ચાલશે, ત્યારબાદ સપ્તાહના અંતે કદાચ વર્ડપ્રેસ ૩.૦ તરીકે આખરે રજુ કરાય તેવી શક્યતા પણ જણાય રહી છે.

Twenty Ten - Default theme for Wordpress 3.0

Twenty Ten - Default theme for Wordpress 3.0

નવી આવૃતિ વર્ડપ્રેસ ૩.૦ ના મુખ્ય પાસાઓ:
(1) તમારૂ પોતાનું એડમીન યુઝરનેમ બનાવી શકશો
(જુની આવૃતિઓમાં યુઝરનેમ ફરજીયાતપણે એડમીન જ રહેતું)
(2) કસ્ટમ પોસ્ટ ટાઈપ જેના વડે વિડીયો, પોર્ટફોલીયો, પ્રોડ્ક્ટ્સ વગેરે પોસ્ટ કરી શકાશે
(જુની આવૃતિઓમાં ફક્ત પેજ અને પોસ્ટ જ લખી શકાતી)
(3) નવી થીમ “ટ્વેન્ટી ૧૦”  ડીફોલ્ટ થીમ તરીકે
(જુની આવૃતિમાં વર્ષોથી  કુબ્રીક ડીફોલ્ટ થીમ તરીકે રહેલી)
(4) વર્ડપ્રેસ એમયુ અને વર્ડપ્રેસ બંન્નેનું મિશ્રણ
(જેના વડે મુલ્ટી ડોમેન સુવિધા મેળવી શકાશે)
(5) સરળ મેનુ મેનેજમેન્ટ સિસ્ટમ
(ડ્રોપ ડાઉનમેનુ તેમજ કેટેગરી મેનું પણ બનાવી શકાશે)
(6) કસ્ટમ બેકગ્રાઉન્ડ સપોર્ટ
(બેક્ગ્રાઉન્ડ કલર તેમજ ઈમેજ સરળતાથી બદલી શકાશે)
(7) કસ્ટમ હેડર સપોર્ટ (હેડર ઈમેજ બદલી શકાશે)
(8) નવા વપરાશકારો માટે વેલકમ ગાઈડ
(ઈન્સ્ટાલેશન મદદ અને ઓનલાઈન સપોર્ટ મેળવી શકાશે)

વર્ડપ્રેસ ૩.૦ વિશે વધારે માહીતી મેળવવા અહિંયા ક્લીક કરો
વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧ ડાઉનલોડ કરવા માટે અહિંયા ક્લીક કરો.

May
23

ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ

ગુગલ જે ઝડપથી વેબસાઈટ સર્ચ કરે છે, તે અવિશ્વનીય છે અને તે જ કારણે ગુગલ તમામ ઈન્ટરનેટ સર્ચ-એન્જીનનો રાજા ગણાય છે, ગુગલ જે સ્પીડ થી નવા પેજ તથા વેબસાઈટને તેના ડેટાબેસમાં ઉમેરે છે તે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. પણ ગુગલે તાઝા ઉમેરેલા પેજ ને આપણે સર્ચ કરી શકીએ તે માટે ગુગલ દ્વારા પારામીટર બનાવવામાં આવેલ છે. આ પારામીટર સામાન્ય રીતે ગુગલની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. ગુગલ હેક્સ તરીકે ઓખાતા આ પ્રકારના અસંખ્ય પારામીટર છે જેમા નો એક પારામીટર ગુગલ રીયલ સર્ચ છે જે સર્ચ એડ્રસમાં &as_qdr=d લગાડવાથી બને છે, read more

May
23

વર્ડપ્રેસ હવેથી wp.com

Author admin    Category Knowledge base     Tags , ,

વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા મિત્રો માટે એક આનંદદાયક સમાચાર ગઈકાલે વર્ડપ્રેસના સંસ્થાપક મેટ દ્વારા આપવામાં આવ્યા. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વર્ડપ્રેસ (ઓટોમેટીક)અને યાહુ.કોમ વચ્ચે ચાલી રહેલી wp.com ડોમેનની માલીકી માટે ચાલી રહેલી લડાઈનો ગઈકાલે અંત આવી ગયો છે. મેટના જણાવ્યા પ્રમાણે wp.com ડોમેન હવેથી સંમ્પુર્ણપણે વર્ડ્પ્રેસ(ઓટોમેટીક) ના હસ્તક આવી ગયુ છે, જે છેલ્લા એકાદ વર્ષથી યાહુ એ મિત્રદાવે આ ડોમેન વર્ડ્પ્રેસને તેઓના આંતરીક ઉપયોગ માટે વાપરવા આપેલ હતું.

ગઈકાલે રાત્રે પોતાના બ્લોગ પર અંત્યત ઉત્સાહીતપણે મેટ દ્વારા wp.com ને ખરીદી લેવાની વાત જણાવી હતી, સાથે સાથે વાંચકો તથા વપરાશકર્તાઓ પાસેથી જવાબ પણ માંગ્યો છે કે wp.com ડોમેનનો ઉપયોગ કઈ રીતે કરવો ? વપરાશકર્તાઓ તેના જવાબ અહિંયા આપી શકે છે.

એક શક્યતા એવી પણ જણાય છે કે વર્ડપ્રેસ પર રહેલા તમામ બ્લોગને wp.com પર લઈ જવામાં આવશે જેનાથી વપરાશકર્તાઓ ને ટુંકુ અને સહેલું ડોમેન મળશે, જેમકે kakasab.wordpress.com ને બદલે kakasab.wp.com દ્વારા બ્લોગ જોઈ શકાશે, ટુંકા URL ની દોડમાં આખરે વર્ડપ્રેસ પણ સામેલ થયુ.

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
The freshest tips on Internet and Socialmedia
વિવિધ ગુજરાતી ટેકનીકલ લેખ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Categories

Recent Posts

OUR SPONSORS

Professional Web Hosting with Neepra.com

Recent Comments

Archives

Blogroll