Subscribe Subscribe | Subscribe Comments RSS

Archives for ઈન્ટરનેટ ટીપ્સ category

ગુગલ દ્વારા જીમેલમાં વધુને વધુ સેવાઓનો ઉમેરો થઈ રહ્યો છે, તાજેતરમાં ગુગલ દ્વારા જીમેલ માટે મફતમાં દુનિયાના કોઈ પણ મોબાઈલ પર SMS મોકલી શકાય તે પ્રકારની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પ્રારંભીકરૂપ માં આ સેવાનો લાભ ફક્ત અમેરીકન વપરાશકર્તાને જ આપવામાં આવ્યો છે. જીમેલમાં આવતા ચાટમેનુંમાં આ વધારાની સેવાનો ઉમેરો ગુગલ લેબ દ્વારા ડેવેલોપ કરવામાં આવેલ છે. આ સેવાને શરૂ કરવા માટે તમારે જીમેલના સેટીંગ્સમાં જઈને Send SMS ને ઈનેબલ કરવું પડશે અને ચાટમેનુંમાં જઈને SMS ને શરૂ કરીને નવું પોપ-અપ મેનું ખોલી શકાશે જેના દ્વારા કોઈને પણ SMS મોકલી શકાશે, આ સેવાનો ફાયદો એ છે કે તમે તેમાં જવાબ પણ મેળવી શકશો પણ તે માટે તમાર જીમેલ આઈ-ડી ને બદલે એક નંબર લખવો પડશે, જેના પર તમે જીમેલમાં જ જવાબ મેળવી શકશો.

બહુ જ ટુંક સમયમાંજ આ સેવાનો લાભ અમેરીકા સિવાયના અન્ય વપરાશકર્તાઓને પણ આપવમાં આવશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

how to know whos patent is it
જો આપ કોઈ મહાન વેજ્ઞાનીક શોધ, યાંત્રીક શોધ, કોઈ ઝડીબુટી અથવા કોઈ મશીનરી ની શોધ કરી રહ્યા હો તો સૌપ્રથમ ચેક કરો કે તમારી એ શોધ કોઈએ તમારી પહેલા રજીસ્ટર નથી કરી લીધી, જો એવું થશે તો તમારી શોધ અને તે પાછળ વેડફેલો સમય બંન્ને બરબાદ થશે. એક જુની કહેવત છે “પૈડાને વારંવાર શોધવાથી કોઈ ફાયદો નથી”.

પેટન્ટ.કોમ Patents.com એ એક એવી વેબસાઈટ છે જ્યાં તમે વકીલ કે પેટન્ટ અધીકારીની મદદ વિના કોઈ પણ પેટન્ટ વિશે મહ્ત્વની માહીતી મેળવી શકો છો. ઉપયોગમાં તદ્દ્ન સહેલી અને વિનામુલ્યે સર્ચની સુવિધા આપતી આ વેબસાઈટમાં તમે ત્રણ અલગ-અલગ પ્રકારે સર્ચ કરી શકો છો. આ વેબસાઈટ પર આપ પેટન્ટ નંબર, પેટન્ટ કરાવનાર વ્યકિત, પેટન્ટનો ઉપયોગ, તેમજ પેટન્ટ કરાવનાર અધીકારી વિશે પણ માહીતી મેળવી શકાશે.

જો આપની પેટન્ટ વિશે આ વેબસાઈટ પર વધારે માહીતી ઉપલબ્ધ ન હોય તો આપ અન્ય વેબસાઈટની મદદ પણ લઈ શકો છો. જેમકે અમેરીકન પેટન્ટ વિભાગની વેબસાઈટ http://patft.uspto.gov તે ઉપરાંત ગુગલ દ્વારા શરૂ કરાયેલ “ગુગલ પેટન્ટ” http://www.google.com/patents પણ અવનવી પેટન્સ વિશે માહીતી આપતો એક મહ્ત્વનો વિભાગ છે. અન્ય યુરોપીયન પેટન્ટ વિશે માહીતી માટે અહિંયા ક્લીક કરો http://www.espacenet.com/access/index.en.htm

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં ડેટાની આપ-લે માટે યુએસબી ડ્રાઈવ એ હાથવગુ સાધન ગણવામાં આવે છે, પરંતુ આ સાધન દ્વારા વાયરસ ફેલાવવાની શક્યતાઓ પણ એટલી જ વધારે છે. તમારૂ કોમ્પ્યુટર ભલે અત્યાધુનીક અને અપડેટેડ એન્ટી-વાયરસથી સજ્જ હોય, પરંતુ બીજાના કોમ્પ્યુટરમાં ડેટાના વહન વખતે તમે એન્ટી-વાયરસ વિશે કેટલી તકેદારી લો છો ? અને ક્યારેક એન્ટી-વાયરસ ન હોવા છતાં પણ જરૂરીયાતને કારણે તમારે તમારૂ યુએસબી પેન-ડ્રાઈવ એ બીનસલામત કોમ્પ્યુટરમાં વાપરવું પડતું હોય છે. આ વખતે જો તમારા યુએસબી પેન-ડ્રાઈવમાં સુરક્ષા મુકેલ હોય તો તમે કોઈ પણ જાતના વાયરસના ડર વગર પેન-ડ્રાઈવનો ઉપયોગ કરી શકશો.

આવી જ એક કલ્પનાને સાકાર કરવા માટે યુએસબી પ્રોટેક્ટરનો જન્મ થયો, આ સોફ્ટવેર તમારા પેન-ડ્રાઈવમાં ઈન્સ્ટાલ કરવાથી તે રાઈટ-પ્રોટેક્ટ મોડમાં આવી જશે, જેના કારણે તમારૂ પેન-ડ્રાઈવ ફક્ત વાંચી શકાશે, તેમાં કોઈ પણ પ્રકારનો ડેટા લખી શકાશે નહી, મોટાભાગના વાયરસ અને ટ્રોઝન તમારી જાણ વગર તમારા યુએસબી ડ્રાઈવમાં તમારી સંમતી વગર આવતા હોય છે પણ આ પ્રોટેક્ટરની મદદથી કોઈ પણ પ્રકારના ટ્રોજન, ડેટા કે વાયરસનો પ્રવેશ અશક્ય બની જશે, અને તમારી પેન-ડ્રાઈવ વાયરસના હુમલાથી સુરક્ષીત રહેશે.

આ યુએસબી રાઈટ-પ્રોટેક્ટર સોફ્ટવેર પ્રમાણમાં ખુબ જ નાનો અને વિનામુલ્યે રજુ કરવામાં આવેલ હોવાથી તેનો ઉપયોગ કરવો અતિ સરળ બનશે, ડાઉનલોડ કરવા માટે અહિંયા ક્લીક કરો

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

google-chrome new browser launched by google
બ્રાઉઝરની દુનિયામાં માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝ નો કબ્જો ઘણાં વર્ષોથી છે, લગભગ ૫૬% જેટલા લોકો તેનો ઉપયોગ કરે છે. બાકીના બ્રાઉઝર ૪૬%માં લડાઈ કરતા રહે છે જેમાં મોજીલા ફાયરફોક્સ પણ સામેલ છે. પણ હવે માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝર અને મોઝીલા ફાયરફોક્સ સામે એક નવો અને સબળ સ્પર્ધક આવી ગયો છે, તે છે “ગુગલ ક્રોમ”.

ઈન્ટરનેટ એક્સ્પ્લોરર માં રહેલી ખામીઓ સામે લડવા માટે ગુગલ દ્વારા એક ઓપન સોર્સ બ્રાઉઝર થોડા કલાકો પહેલા રજુ કરવામાં આવ્યુ છે. ગુગલ લેબ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બ્રાઉઝર તમામ બ્રાઉઝર કરતા ઝડપી અને ખુબ જ ઓછી જગ્યા રોકતું બ્રાઉઝર છે, તેમજ તમામ આધુનીક વેબ એપ્લીકેશન જે સપોર્ટ કરે છે. હાલપુરતું તેનું બીટા વર્ઝન રજુ કરવામાં આવ્યું છે જે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ પર જ ચાલી શકશે, ખુબ જ ટુંક સમયમાં બીજી ઓપેરેટીંગ સિસ્ટમ પર ચાલી શકે તેવું વર્ઝન પણ રજુ કરી દેવાશે. અહિંયા આ લીન્ક પર આપ જોઈ શકશો કે ગુગલ દ્વારા આ બ્રાઉઝરને ઈન્ટરનેટની દુનિયામાં ઉતારવા માટે કેવા તુક્કા લગાડેલ. આઈ.ટી. નિષ્ણાંતોના મત પ્રમાણે ગુગલના આ બ્રાઉઝરની રજુઆત સાથે જ ઈન્ટરનેટ બ્રાઉઝરની દુનીયામાં થનારી મોટી ઉથલ-પાથલના એંધાણ મળી રહ્યા છે. ગુગલનું આ બ્રાઉઝર આપ અહિંયાથી ડાઉનલોડ કરી શકશો.

આપની વેબસાઈટ કે બ્લોગ ઈન્ટરનેટ બ્રાઉઝર સિવાય બીજા કેટલા બ્રાઉઝર ને સપોર્ટ કરે છે તે જોવા માટે આ લીન્ક જુવો:

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines