Subscribe Subscribe | Subscribe Comments RSS

Archives for સોફ્ટવેર-પ્રોગ્રામીંગ category

how to remove excel password
૧૯૯૬માં એક જુઠાણા સાથે આઠ અઠવાડીયમાં જ અસ્તિત્વમાં આવેલ ઓપેરેટીંગ સીસ્ટમ એમએસ-ડોસ દ્વારા કોમ્પ્યુટર જગતમાં ખળભળાટ મચાવી દેનાર બીલ ગેટ્સ અને તેની કંપની માઈક્રોસોફ્ટ દ્વારા વખતો વખત અનેક સોફ્ટવેર અને ઓપરેટીંગ સીસ્ટમને બજારમાં મુકી પોતાની મોનોપોલી સ્થાપીત કરેલી. મોનોપોલી ની સાથે સાથે અનેક લોકોની ખફગી પણ વહોરેલી, આવા લોકો વખતો વખત માઈક્રોસોફ્ટને પછડાટ આપવા માટે અવનવા કીમીયાઓ લઈને આવતા હોય છે, આવો જ એક કીમીયો છે એક્સેલ પાસવર્ડ રીમુવર નો.

માઈક્રોસોફ્ટ એક્સેલમાં ફાઈલને સુરક્ષીત કરવા માટે પાસવર્ડ પ્રોટેકશનની એક ખુબ જ અગત્યની સેવા મુકેલ છે, જેની મદદ વડે તમે એક્સેલ ફાઈલમાં રહેલા ડેટાને પાસવર્ડ વગર ખોલી ન શકાય તે પ્રમાણે સુરક્ષીત કરી શકો છો. પણ જો તમારી પાસે માઈક્રોસોફ્ટ એક્સેલની પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઈલ હોય અને અક્સ્માતે તમે પાસવર્ડ ભુલી ગયા હો તો તમારા માટે હાજર છે કે એક એવી યુટીલીટી જે પાસવર્ડને તોડીને તમારી ફાઈલને સ્ક્રીન પર બતાવી આપશે. એક્સેલ પાસવર્ડ રીમુવર એ એક એવો સોફ્ટવેર છે જે માઈક્રોસોફ્ટ એક્સેલની ફાઈલને આપેલા પાસવર્ડને નકામો બનાવી દે છે અને ખુબ જ આસાનીથી ફાઈલમાં રહેલા ડેટાને તમારી સમક્ષ રજુ કરી આપે છે.
વ્પાસવર્ડ રીમુવરની એક ખાસીયત એ પણ છે કે તે ફક્ત એક્સેલ ૫.૦ અથવા તો એક્સેલ ૨૦૦૦, એક્સેલ-એક્સપી અને એક્સેલ ૨૦૦૩ ને જ સપોર્ટ કરે છે.
એક્સેલ પાસવર્ડ રીમુવર અહિયાંથી ડાઉનલોડ કરી શકાશે.

બીલ ગેટ્સ વિશે વધારે માહીતી માટે નીચેની લીન્ક તપાસો
માઈક્રોસોફ્ટ દ્વારા રજુ કરાયેલ બીલ ગેટ્સ
માઈક્રોસોફ્ટ ની શરૂઆત પહેલાના બીલ ગેટ્સ
બીલ ગેટ્સની અનધિકૃત વેબસાઈટ
બીલ ગેટ્સ વિશે દિવ્યભાષ્કર દ્વારા

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines