Subscribe Subscribe | Subscribe Comments RSS

Archives for વેબ-દુનિયા category

10th_birthday.gif

લેરી અને શેર્જી એ શરૂ કરેલ વણથંભી આગેકુચ આજે ૧૦માં વર્ષમાં પ્રવેશી રહી છે. દશ વર્ષના સરવૈયા પર એક નજર.

આજે ગુગલના ૧૦માં જન્મદિવસ નિમીતે એક ખાસ લોગો જોવા મળશે, જેમાં જન્મદિવસની ખુશાલીને વ્યક્ત કરતા ટોપા સાથે એક સુંદર મજાનું ગુગલનું સર્વર પણ જોવા મળશે.

ગુગલ દ્વારા એક દાયકા સુધી જે અલગ અલગ લોગો રજુ કરવામાં આવેલ, તેની એક ઝલક જુવો.

ગુગલ વિશે તમારા મંતવ્યો અહિંયા જણાવો.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

how to know whos patent is it
જો આપ કોઈ મહાન વેજ્ઞાનીક શોધ, યાંત્રીક શોધ, કોઈ ઝડીબુટી અથવા કોઈ મશીનરી ની શોધ કરી રહ્યા હો તો સૌપ્રથમ ચેક કરો કે તમારી એ શોધ કોઈએ તમારી પહેલા રજીસ્ટર નથી કરી લીધી, જો એવું થશે તો તમારી શોધ અને તે પાછળ વેડફેલો સમય બંન્ને બરબાદ થશે. એક જુની કહેવત છે “પૈડાને વારંવાર શોધવાથી કોઈ ફાયદો નથી”.

પેટન્ટ.કોમ Patents.com એ એક એવી વેબસાઈટ છે જ્યાં તમે વકીલ કે પેટન્ટ અધીકારીની મદદ વિના કોઈ પણ પેટન્ટ વિશે મહ્ત્વની માહીતી મેળવી શકો છો. ઉપયોગમાં તદ્દ્ન સહેલી અને વિનામુલ્યે સર્ચની સુવિધા આપતી આ વેબસાઈટમાં તમે ત્રણ અલગ-અલગ પ્રકારે સર્ચ કરી શકો છો. આ વેબસાઈટ પર આપ પેટન્ટ નંબર, પેટન્ટ કરાવનાર વ્યકિત, પેટન્ટનો ઉપયોગ, તેમજ પેટન્ટ કરાવનાર અધીકારી વિશે પણ માહીતી મેળવી શકાશે.

જો આપની પેટન્ટ વિશે આ વેબસાઈટ પર વધારે માહીતી ઉપલબ્ધ ન હોય તો આપ અન્ય વેબસાઈટની મદદ પણ લઈ શકો છો. જેમકે અમેરીકન પેટન્ટ વિભાગની વેબસાઈટ http://patft.uspto.gov તે ઉપરાંત ગુગલ દ્વારા શરૂ કરાયેલ “ગુગલ પેટન્ટ” http://www.google.com/patents પણ અવનવી પેટન્સ વિશે માહીતી આપતો એક મહ્ત્વનો વિભાગ છે. અન્ય યુરોપીયન પેટન્ટ વિશે માહીતી માટે અહિંયા ક્લીક કરો http://www.espacenet.com/access/index.en.htm

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

sensible.png
કોઈ આપને કહે કે આજે હું દરીયામાં નહાવા ગયો હતો અને બે નોટીકલ માઈલ્સ સુધી તરીને ગયો, તો આપ તરત જ માથું ખંજવાળશો કે બે નોટીકલ માઈલ્સ એટલે કેટલુ અંતર !!!! પણ જો તેની ગણતરી થોડી ઉલ્ટી રીતે કરીને તે જો એમ કહે કે પેરીસના એફીલ ટાવરને ૧૧ વખત ચડીને ઉતરીએ એટલુ અંતર દરીયામાં તરી ને કાપ્યું તો થોડુ મગજમાં ઉતરશે, અથવા તો સાદીભાષામાં તે એમ કહે કે ૩.૭૧ કીલોમીટર જેટલુ જમીનનું અંતર તેણે તરીને કાપ્યુ તો તેન સમજવું વધારે સહેલું લાગશે.

તો ચાલો જોઈએ એક એવી વેબસાઈટ જે દરેક પ્રકારના માપ તેમજ ગુંચવણ ભરેલા એકમ ને સાદીભાષામાં તેમજ કોઈ પદાર્થ કે વસ્તુ સાથે સરખાવીને ગણતરીને થોડી સહેલી બનાવે છે. ક્લીક કરો sensibleunits.com પર અને માણો સાદી ગણતરીની મોજ.

કદાચ હવે પછી તમારી ગણતરી આ રીતે પણ હોઈ શકશે. ૧ ગીગાબાઈટ = ૨૮ બાઈબલ, ૧૦ મીટર = ૨ ઝીરાફ, ૧૦૦ મીટર = ૧૨ ડબલ ડેકર બસ અને ૧ સેન્ટીમીટર એટલે બાસમતી ચોખાના ૧.૩ દાણા

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.
ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો