Browsing all articles from May, 2009
May
23

ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ

ગુગલ જે ઝડપથી વેબસાઈટ સર્ચ કરે છે, તે અવિશ્વનીય છે અને તે જ કારણે ગુગલ તમામ ઈન્ટરનેટ સર્ચ-એન્જીનનો રાજા ગણાય છે, ગુગલ જે સ્પીડ થી નવા પેજ તથા વેબસાઈટને તેના ડેટાબેસમાં ઉમેરે છે તે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. પણ ગુગલે તાઝા ઉમેરેલા પેજ ને આપણે સર્ચ કરી શકીએ તે માટે ગુગલ દ્વારા પારામીટર બનાવવામાં આવેલ છે. આ પારામીટર સામાન્ય રીતે ગુગલની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. ગુગલ હેક્સ તરીકે ઓખાતા આ પ્રકારના અસંખ્ય પારામીટર છે જેમા નો એક પારામીટર ગુગલ રીયલ સર્ચ છે જે સર્ચ એડ્રસમાં &as_qdr=d લગાડવાથી બને છે, read more

May
23

વર્ડપ્રેસ હવેથી wp.com

Author admin    Category Knowledge base     Tags , ,

વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા મિત્રો માટે એક આનંદદાયક સમાચાર ગઈકાલે વર્ડપ્રેસના સંસ્થાપક મેટ દ્વારા આપવામાં આવ્યા. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વર્ડપ્રેસ (ઓટોમેટીક)અને યાહુ.કોમ વચ્ચે ચાલી રહેલી wp.com ડોમેનની માલીકી માટે ચાલી રહેલી લડાઈનો ગઈકાલે અંત આવી ગયો છે. મેટના જણાવ્યા પ્રમાણે wp.com ડોમેન હવેથી સંમ્પુર્ણપણે વર્ડ્પ્રેસ(ઓટોમેટીક) ના હસ્તક આવી ગયુ છે, જે છેલ્લા એકાદ વર્ષથી યાહુ એ મિત્રદાવે આ ડોમેન વર્ડ્પ્રેસને તેઓના આંતરીક ઉપયોગ માટે વાપરવા આપેલ હતું.

ગઈકાલે રાત્રે પોતાના બ્લોગ પર અંત્યત ઉત્સાહીતપણે મેટ દ્વારા wp.com ને ખરીદી લેવાની વાત જણાવી હતી, સાથે સાથે વાંચકો તથા વપરાશકર્તાઓ પાસેથી જવાબ પણ માંગ્યો છે કે wp.com ડોમેનનો ઉપયોગ કઈ રીતે કરવો ? વપરાશકર્તાઓ તેના જવાબ અહિંયા આપી શકે છે.

એક શક્યતા એવી પણ જણાય છે કે વર્ડપ્રેસ પર રહેલા તમામ બ્લોગને wp.com પર લઈ જવામાં આવશે જેનાથી વપરાશકર્તાઓ ને ટુંકુ અને સહેલું ડોમેન મળશે, જેમકે kakasab.wordpress.com ને બદલે kakasab.wp.com દ્વારા બ્લોગ જોઈ શકાશે, ટુંકા URL ની દોડમાં આખરે વર્ડપ્રેસ પણ સામેલ થયુ.

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
The freshest tips on Internet and Socialmedia

Categories

Recent Posts

Recent Comments

Archives