
ગુગલ લેબ દ્વારા વધુ એક સુવીધા ગુગલ મેપમેકરના નામે આવી ગઈ છે, જેના દ્વારા તમે ગુગલ મેપ પર તમારા મનપસંદ સ્થળોને કાયમ માટે માર્ક કરી શકો છો. વાંચકો માટે આ સેવા નવી નથી અગાઉ વીકીમેપીયા દ્વારા ગુગલની મદદથી આ સેવા આપવામાં આવી રહી હતી, હવેથી આ સેવાનો સમાવેશ ગુગલમાં થઈ રહ્યો છે જે ગુગલ મેપ-મેકરના નામે ઓળખવામાં આવશે.આ સેવા હજુ પ્રાથમીક અવસ્થામાં હોવાથી દરેક શહેરમાં માર્ક નહી થઈ શકે, અમુક પસંદગીના શહેરમાં આપ માર્ક કરી શકશો, ટુંક સમયમાં જ મેપમેકરની નવી આવૃતી મુકવામાં આવશે જેના દ્વારા લગભગ દુનીયાના તમામ ભાગોમાં આપ માર્કીંગ કરી શકશો.
અગાઉ ગુગલમેપ દ્વારા મોટાભાગ ના રસ્તાઓ તેમજ શહેરમાં રહેલા હોસ્પીટલ, સિનેમા, હોસ્પીટલ, શાળાઓ તેમજ બીજા અનેક સ્થળો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો પણ જે સ્થળોની માહીતી ગુગલ દ્વારા આપવામાં નથી આવેલ એવા નાના નાના સ્થળો વિશેની માહીતી વાંચકો પાસેથી એકઠી કરવાના ઉદેશ્યથી ગુગલ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવેલ છે
મેપમેકર વિશે વધારે માહીતી મેળવવા અહિયા ક્લીક કરો:
If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!
Email this post


