youtube.com ક્યારેક કોઈ વિડીયો જોતી વખતે તમારા મનમાં એવો વિચાર જરૂર આવ્યો હશે કે આ વિડીયો મારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકાય તો કેવુ સારૂ !! પણ youtube પર આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી કે તમે તમારો મનગમતો વિડીયો ડાઉનલોડ કરી શકો.
પણ હવે એ પણ શક્ય છે, દુનીયાભરમાં પથરાયેલા આઈટી ના નિષ્ણાંતો આવા ખાંખા ખોળા કરવામાં પાવરધા હોય છે અને આવુ અશક્ય હોય તેવુ કામ કરી બતાવવાની તેઓમાં ખુબજ તાલાવેલી જાગેલી રહેતી હોય છે. આવા જ એક આઈટી નિષ્ણાંતના ભેજાની ઉપજનાં કારણે હવે youtube ના વિડીયો ડાઉનલોડ કરવું શક્ય બન્યું છે. ચાલો જોઈએ કેવી રીતે !!!!!
જ્યારે તમે કોઈ સરસ મજાનો વિડીયો જોઈ રહ્યા હો અને તમને એ ડાઉનલોડ કરવાનું મન થાય તો તે વિડીયો જોતી વખતે તમારા ઈંટરનેટ બ્રાઉઝરમાં જે એડ્રસ દેખાતું હોય તે એડ્રસની આગળ ફક્ત kiss જોડી દેવાનું અને એંટર મારવાનું અથવા તો Go બટન પર કલીક કરવાનું આટલુ કરવાથી તમને તરત જ વિડીયો ડાઉનલોડ કરવાની લીંક દેખાશે જ્યાંથી તમે તમારો મનગમતો વિડીયો ડાઉનલોડ કરી શકશો.
જેમકે તમારો વિડીયો અહિયા છે : www.youtube.com/watch?v=nav1972VY89
તમારે બદલવાનુ આ રીતે : www.kissyoutube.com/watch?v=nav1972VY89
ડાઉનલોડ થયેલ ફાઈલનું એક્સટેંસન તમારે .flv કરવુ જરૂરી છે ત્યાર બાદ જ જોઈ શકાશે.
એક ખાસ નોંધ : ડાઉનલોડ થયેલો વિડીયો FLV ફોર્મેટમાં મળશે જેને જોવા માટે તમારે FLV Player ની જ્રરૂર પડશે જે તમને Google પર સર્ચ કરવાથી સહેલાયથી મળી જાશે, તેમજ જો FLV ફાઈલને તમારી મનગમતી ફોર્મેટમાં ફેરવવી હશે તો તે માટેના Converter પણ ગુગલ પર સહેલાયથી મળી જાશે.