ફ્લેશ ડ્રાઈવ રીમાઈન્ડર
Posted on Aug 12, 2008 under ઈન્ટરનેટ ટીપ્સ |ફ્લેશ ડ્રાઈવ વાપરતા લોકો ઘણી વખત લાઈબ્રેરીમાં કે ઓફીસમાં તપાસ કરતા જોવા મળે છે કે “ભાઈ મારૂ ફ્લેશ ડ્રાઈવ કોઈને મળ્યુ છે, હું સવારે કોમ્પ્યુટરમાંથી કાઢતા ભુલી ગયો હતો” મોટે ભાગે કોલેજના કોમ્પ્યુટર પરથી ડાટાની હેર-ફેર કરતા વિધાર્થીઓ આવા સવાલ કરતા જોવા મળે છે અને ઘણી વખત તેઓ આ રીતે પોતાનું ફ્લેશ ડ્રાઈવ ગુમાવી પણ બેસતા હોય છે.
આવા જ એક વિધાર્થી હતા બ્રાડ ગ્રેકો, જે કહે છે “મને ફ્લેશ ડ્રાઈવ હંમેશા કોમ્પ્યુટરમાં ભુલી જવાની એક બહુ જ ત્રાસદાયક આદત પડી ગઈ હતી, દરવખતે લાઈબ્રેરીમાં જઈને ફ્લેશ ડ્રાઈવ વિશે તપાસ કરવાની આ મારી ખરાબ આદતથી કંટાળ્યો અને નક્કી કર્યુ કે આ સમસ્યાનો કોઈ ઈલાજ કરવો પડશે અને નક્કી કર્યુ કે એક એવો પ્રોગ્રામ લખવો જે મારી આ ભુલકણી આદતને હંમેશા યાદ અપાવ્યા કરે અને મને જણાવ્યા કરે કે તમારી ફ્લેશ ડ્રાઈવ તમારા કોમ્પ્યુટરમાં લગાડેલી છે અને જ્યારે કોમ્પ્યુટર શટ-ડાઉન કરે ત્યારે એક રીમાઈન્ડર આવ્યા કરે” અને જન્મ થયો આ ફ્લેશ ડ્રાઈવ રીમાઈન્ડર સોફ્ટવેરનો.
મિત્રો હવે તો સમજી ગયા જ હશો કે ફ્લેશ ડ્રાઈવ સોફ્ટવેર એ એક એવું સોફ્ટવેર છે જે જ્યારે તમે ફ્લેશ ડ્રાઈવ તમારા કોમ્પ્યુટરમાં ઈન્સર્ટ કરો છો ત્યારે તમને ઓપ્શન આપે છે જેની મદદ વડે તે તમને યાદ અપાવ્યા કરે છે કે તમારૂ ફ્લેશ ડ્રાઈવ હજુ તમારા કોમ્પ્યુટરમાં જ લગાડેલુ છે તેને કાઢવાનું ભુલશો નહી.
તો ચાલો કરીએ ડાઉનલોડ - ફ્લેશ ડ્રાઈવ રીમાઈન્ડર
Related posts:



by pragnaju, on August 12 2008 @ 1:21 pm
અમારા જેવા શીખઉ માટે કામની માહીતી